ગોરવ પટેલ, અમદાવાદ: રવિવારે 22મી માર્ચે સમગ્ર દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અપીલ પર જનતા કર્ફ્યૂનું પાલન કર્યું. પરંતુ સાંજે 5 વાગે કોરોના ફાઈટર્સના માનમાં જ્યારે તાળીઓ, થાળી, ઘંટી, શંખ વગાડવાના હતાં ત્યારે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં લોકોના ટોળા બહાર નીકળી પડ્યા હતાં. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો. આ અંગે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કડકાઈથી કહ્યું કે અમદાવાદમાં કલમ 144 લાગુ છે. તેનો કડકાઈથી અમલ કરાવવામાં આવશે. ચારથી વધારે લોકો એકઠા થશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે. ખાડીયામાં જે બનાવ બન્યો તેમાં ગુનો દાખલ કરાયો છે. 40 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી લોકડાઉનની સ્થિતિ છે ત્યાં સુધી લોકો ઘરમાંથી બહાર ન નીકળે.
વડોદરા: સયાજી હોસ્પિટલના ડોક્ટરને પણ કોરોના વાયરસની અસર
અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે જરૂરી વસ્તુ માટે પણ જો લોકો નીકળે તો ટોળાશાહીમાં ન નીકળે, ચારથી વધુ લોકો ભેગા ન થાય. ટેક્સી અને મેક્સી પર પ્રતિબંધ છે. ટ્રાવેલ્સ ઉપર પણ બેન છે. અત્યારે આંશિક લોકડાઉનની પરિસ્થિતિ છે. વાહન જપ્તીની કાર્યવાહી પણ ચાલુ છે. પ્રાઈવેટ વ્હીકલ અને ગુડ્સ વ્હીકલ જઈ શકે છે. કટોકટીની સ્થિતિ માટે રહેલા વાહનો સિવાયના વાહનો પર પ્રતિબંધ છે. ટ્રાફીક પોલીસ આવા વાહનોને ડીટેઈન કરી રહી છે.
ગુજરાતમાં કોરોના વાયરસ પહોંચ્યો ત્રીજા સ્ટેજમાં, જાણો કેમ ગણાય છે ભયજનક સ્થિતિ?
તેમણે એમ પણ કહ્યું કે જે લોકો વિદેશ યાત્રા કરીને આવ્યાં છે તેમણે સતત 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવાનું છે. જે લોકો તેનું પાલન નહીં કરે તો ગુનો દાખલ કરાશે. અત્યાર સુધીમાં આવા 3 ગુના દાખલ કરાયા છે. જે લોકો ક્વોરન્ટાઈન થયા છે તેમનું ધ્યાન રાખવાની જવાબદારી પોલીસને સોંપાઈ છે. જો કોઈ ભંગ કશે તો પોલીસ સમજાવશે, નહીં તો મેડિકલ ઓફિસરની હાજરીમાં ગુનો દાખલ કરાશે. જ્યાં સુધી કેસ કંટ્રોલમાં નહીં થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. જો સ્થિતિ બગડશે તો સંપૂર્ણ લોકડાઉન કરાશે.
જુઓ LIVE TV
તેમણે એમ પણ કહ્યું કે જીવન જરૂરિયાતમાં ન આવતા હોય તેવા એકમોને તાત્કાલિક બંધ કરવાના આદેશ અપાયા છે. કલમ 188 હેઠળ ધરપકડ થઈ શકે છે. એપેડેમિક એક્ટ હેઠળ ક્વોરન્ટાઈનનો ભંગ કરનારાની પણ ધરપકડ થશે. અત્યાર સુધીમાં 900 લોકો વિદેશથી આવ્યાં છે. જેમના પર પોલીસની નજર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે